દેશના અનેક ભાઈના હાથને શોભાવતી રાજકોટની રાખડી

Wednesday 14th August 2024 07:15 EDT
 
 

રાજકોટઃ ભાઈ-બહેનના પ્રેમને રાખડી વડે વ્યક્ત કરવાનો ઉત્સવ નાળિયેરી પૂર્ણિમાએ આવી રહ્યો છે. તહેવારના કેન્દ્રસ્થાને રાખડી છે, રંગબેરંગી અને અવનવી ડિઝાઇનની રાખડીથી બજાર સુશોભિત થઈ ગયું છે. અગાઉ સમગ્ર સૌરાષ્ટ્રમાં પરપ્રાંતમાં બનેલી કલકત્તી, બંગાળી, દિલ્હી અને મુંબઈની રાખડી આવતી હતી. જો કે હવે રાજકોટમાં ઇમિટેશન ઉદ્યોગે હરણફાળ ભરતાં રાજકોટમાં બનેલી રાખડી પરપ્રાંતમાં ઠેકઠેકાણે જવા લાગી છે. આ ઉપરાંત નાના પાયે કે ગૃહ ઉદ્યોગની ઢબે રાખડી બનાવતા અનેક પરિવારો થઈ ગયા છે. ઇમિટેશનનું ઉત્પાદન, સસ્તી મજૂરી-જોબવર્કમાં સરળતા રહેતાં રાજકોટમાં આ ઉદ્યોગ ખૂબ વિકસ્યો છે.
રાજકોટમાં ચાંદીની રાખડીઓ પણ ખૂબ બને છે. 92.50 ટચની ચાંદીવાળી રાખડી જથ્થાબંધમાં રૂ. 350માં વેચાય છે. આ સિવાય 50-60 ટકા ચાંદીવાળી રાખડી પણ બને છે. ચાંદીના ભાવ તેજીમાં હોવાથી રાખડી થોડી મોંઘી થઈ છે. ઇમિટેશનની વસ્તુઓમાં ભાવની વધઘટ ખૂબ હોય છે પણ ઉત્પાદકો વજનને આધારે વસ્તુઓ ખરીદીને વાપરે એટલે ભાવવધારો થયો નથી.


comments powered by Disqus